મોરબીની પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં 

મોરબી: મોરબી જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ ઉર્ફે બાબુલાલ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ.૭૧), રહીમભાઈ છોટુભાઈ શેખ (ઉ.વ.૬૧), યુસુફખાન અકબરખાન પઠાણ (ઉ.વ.૪૦) રહે. ત્રણે મોરબી વાવડી રોડ શ્રીજીપાર્ક -૨ પ્લોટ નં -૨૦ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧૨૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img