સમૃદ્ધ મોરબી જિલ્લામાં ૪૯૨૭ જેટલા બાળકો કુપોષણ નો શિકાર
આદિવાસી વિસ્તાર દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત, મોરબી જિલ્લામાં ૪૯૨૭ કુપોષિત બાળકોનો સમાવેશ
ગુજરાતનું વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ૩૧ જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવવા પામી હતી. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી હતી. રાજ્યમાં ૩૧ જીલ્લામાં ૫ લાખ ૭૦ હજાર ૩૩૦ કુપોષિત બાળકો નોંધાયા હતા.
રાજ્યમાં ૩૧ જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં સૌથી વધુ કુપોષિત બાળકો અમદાવાદ જીલ્લામાં ૫૬૯૪૧ નોંધાવા પામ્યા હતા જ્યારે દાહોદ જીલ્લામાં ૫૧૩૨૧ કુપોષિત બાળકો તેમજ બનાસકાંઠા જીલ્લામાં ૪૮૮૬૬ કુપોષિત બાળકો નોંધાયા હતા.તો મોરબી જિલ્લામાં ૪૯૨૭ કુપોષિત બાળકો નોંધાયા હતા મહત્વનું છે કે વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબમાં માહિતી સામે આવી છે
વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા કુપોષિત બાળકોનાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૧ જીલ્લાનાં ૫,૭૦,૩૩૦ કુપોષિત બાળકો નોંધાયા હતા. બાળકોમાં અતિ ઓછા વજનવાળા બાળકોનો પણ નોંધાવા પામ્યા છે. રાજ્યના ૩ જીલ્લામાં બાળકોની કુપોષણની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા તેમજ દાહોદ જીલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં સૌથી વધુ ૫૧ હજાર ૩૨૧ કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે જ્યારે નવસારીમાં ૧૫૪૮ કુપોષિત બાળકો નોંધાયા છે જે રાજ્યમાં સૌથી ઓછાનોંધાયા છે. રાજ્યના ચાર જિલ્લામાં કુપોષણના ૧૬૦૬૯ બાળકો વધ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં ૩૫૧૬ કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં ૨૯ જિલ્લામાંથી ૨૪ જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં ૯૭ હજાર ૮૪૦ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં લેખિત જવાબ આપ્યો હતો.