મોરબી જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત: પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ચારનાં રાજીનામા
મોરબી: એક તરફ લોકસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે બીજી તરફ મોરબી જીલ્લા કોંગ્રેસમાં રાજીનામા આપવાનું શરૂ થયું છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસમાંથી પૂર્વ પાલિકાના પ્રમુખ સહિત ચાર કાર્યકર્તા અને હોદેદારોએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપ્યા.
થોડા સમય પછી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામ પક્ષોના સભ્યો તથા કાર્યકર્તાઓ લોકસભા ચુંટણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પક્ષમા તમામ હોદાઓ પરથી રાજીખુશીથી અંગત કારણોસર દુર્લભજીભાઈ ટપુભાઈ સુરાણી પૂર્વ મહામંત્રી મોરબી તાલુકા કોંગ્રેસ, સંજયભાઈ વાલજીભાઈ કાવર મંત્રી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ , અસ્મિતા નવીનભાઇ કોરીંગા પૂર્વ પ્રમુખ મોરબી નગરપાલિકા, તથા ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી કારોબારી સભ્ય મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિમાથી મોરબી જીલ્લા કોંગ્રેસના ચાર કાર્યકર્તા હોદેદારોએ સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે.