મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ રૂપે અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે. આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાનનો ઉપયોગ આવા સેવાયજ્ઞમાં કરવામાં આવે છે ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો થકી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે.
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી...
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને...