મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ
મોરબી: આઠમી માર્ચ એટલે કે મહિલા દિન.. સમગ્ર વિશ્વમાં દરેક નારીને સન્માન મળે તે મહિલા દિવસ.. ભારતીય સંસ્કૃતિમાં નારીના સન્માનમાં ખૂબ જ મહત્વ આપ્યું છે..
આ અનુસંધાને 7th March, 2024એ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમ.પી શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી નેપકીન બર્નિંગ (disposal) મશીન તેમજ ૬૦ પેકેટ સેનેટરી પેડ અને ૧૪૦ સેનિટરી નેપકિન્સ, સેનિટરી નેપકીન વેડિંગ મશીન જે અગાઉ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આપવામાં આવી હતી એના માટે આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..આ સેનેટરી નેપકીન બર્નિંગ (ડિસ્પોસલ) મશીન આપી વાતાવરણમાં પણ ફેલાતા પ્રદૂષણને પણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.
આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો..
