મોરબીના ભડીયાદ ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પકડાયા
મોરબી: મોરબી તાલુકા ભડીયાદ ગામે રામાપીરના ઢોરે રામદેવપીરના મંદિરની પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા ભડીયાદ ગામે રામાપીરના ઢોરે રામદેવપીરના મંદિરની પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અનિલભાઈ સોમાભાઈ જંજવાડીયા (ઉ.વ.૨૭), નાથાલાલ છગનભાઇ સીતાપરા (ઉ.વ.૨૯), રાહુલભાઈ રમેશભાઈ જંજવાડીયા (ઉ.વ.૧૯) તથા રાજેશભાઈ મનસુખભાઇ બોહકીયા (ઉ.વ.૩૦) રહે. બધા ભડીયાદ, રામાપીરના ઢોરે સરકારી ક્વાર્ટરમાં તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૪૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.