મોરબી તાલુકા પોલીસે ત્રણ રેઇડ પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડયા
મોરબી: મોરબી તાલુકા પોલીસે પીપળી ગામે, ટીંબડી ગામે તથા સાપર ગામની સીમમાં રેઇડ કરી અલગ અલગ ગામે તીનપત્તીનો જુગાર રમતા કુલ છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પ્રથમ રેઇડ મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ સ્ટારકો સીરામીકની સામે શક્તિ પાન પાછળ ખરાબાની જગ્યામાં બાવળની કાંટમા તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો વિશાલભાઈ નવઘણભાઈ ડાભી (ઉ.વ.૨૭ તથા દિપકભાઈ અશોકભાઈ વાળા (ઉ.વ.૩૧) રહે. વિસિપરા કુલીનગર -૦૧ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૭૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
જ્યારે બીજી રેઇડ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપ પાછળ આવેલ બંધ દુકાનની બહાર જુગાર રમતા બે ઈસમો પર કરી આરોપી જીગ્નેશભાઈ રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.૨૭) તથા હુશેનશા મામદશા શાહમદાર (ઉ.વ.૪૧) રહે. વીસીપરા કુલીનગર -૦૧ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
અને ત્રીજી રેઇડ મોરબી તાલુકાના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પ્લેક્ષ પાછળ જાહેર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો પર કરી આરોપી આરીફભાઈ ઇબ્રાહીમભાઇ શાહમદાર (ઉ.વ.૨૧) તથા મકબુલભાઈ રજાકભાઈ ચાનીયા (ઉ.વ.૨૪) રહે. મોરબી -૦૧ લીલાપર રોડ સરકારી આવાસ ક્વાર્ટરમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ ૬૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.