મોરબી: મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીએ સફેદ તલ ખાવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કુલદીપ મહેશભાઇ ભાભર ઉ.વ.૦૭ રહે. માનસર ગામની સીમ વાડીમા તા.જી.મોરબી વાળા ગઇ ત-૦૯/૦૩/૨૦૨૪ સાંજના સમયે સફેદ તલ ખાવાથી પેટમા દુખાવો થતાં વામીટ (ઉલટી) થતાં સારવારમાં દાખલ થયેલ જે ગત તા-૧૦/૦૩/૨૦૨૪ ના કોઇ સમય પહેલા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
