સાપર તારા બેસણા ચરાડવા તુંજ ધામઉદા ચારણ નાં ઘરે અવતર્યા માં રાજબાઈ ધર્યું નામત્રણ સાદે દોડતાં આવે તેવા જાજરમાન જગદંબા એટલે માં રાજબાઈ તેમનો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ છે. અને જ્યાં તેમના છોરુડા છે ત્યાં તેમનો આ પ્રાગટ્ય દિવસ ઉજવવા થનગ બની રહ્યા છે.
જેમાં કચ્છનાં પ્રવેશ દ્વાર પાસે આવેલા નવા કટારીયા ગામમાં માં રાજબાઈ નું મોટું મંદિર છે. દરેક વર્ણના લોકો અહીં માં રાજબાઈની આરાધના કરે છે. જેઓ દર વર્ષે પગપાળા સંઘ દ્વારા ચરાડવા આવે છે તે રીતે આ વર્ષે પણ અને ફાગણ સુદ બીજના પ્રાગટ્ય દિવસે મોટો સંઘ કાઢીને પગપાળા ચરાડવા ગામ રાજબાઈ ધામ પહોંચ્યા છે. જ્યાં રાજબાઈ માતાજીના મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક ભાવિકો નાથ ગાન કરતા માતાજીના ગુણ ગાન ગાતા ગાતા ભાઈ શોભાયાત્રામાં જોડાયા હતા પહોંચે છે.તારીખ ૧૨-૩-૨૦૨૪ ને મંગળવારે ફાગણ સુદ બીજ મંગળ પ્રાગટ્ય દિવસ હોય રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે સાપર ગામ અને આંદરણા ગામે રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બટુક ભોજન અને સાંજે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે જ્યારે આંદરણા ગામે રાત્રી દરમિયાન સંતવાણી ભજન ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.એકંદરે મા રાજબાઈ નો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ હોય છે તેની ઉજવણી કરવા સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં થી રાજલ છોરૂ ચરડાવા આવી પહોંચ્યા છે . અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...