માળિયા (મી) ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
માળિયા (મી): માળિયા (મી) ગામે માવતરના ઘરે કોઈ પણ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મુમતાઝ બેન અસલમ ભાઇ મોવર ઉ.વ.૩૧ રહે. મુળ ધ્રાગધ્રા હાલ- નવારેલ્વે સ્ટેશન પાસે પીતા ઇસ્માઇલભાઇ હાસમભાઇ કટીયાના મકાને માળીયા મી. ગામે વાળાના લગ્ન ૧૦ માસ પહેલા થયેલ હોઇ અને બે ત્રણ દીવસથી તેના માવતરના ઘરે આવેલ હોઇ અને માવતરના ઘરે કોઇપણ કારણો સર પોતાની મેળે ગળે ફાસો ખાઇ લેતા માળીયા મી સરકારી દવાખાને સારવારમા સગા સંબધી લઇ આવતા ફરજ પર ના તબીબે જોઇ તપાસી ગત. તા. ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળિયા (મી) તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.