મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ૧૭ માર્ચના રોજ કરેલ છે.
સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા માનવ સેવા એજ પ્રભુ સેવા’એ સૂત્રને સાકાર કરી દેશ બાંધવોની નિઃસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આપણા સૌને આ સેવાયજ્ઞ હર હંમેશ પ્રજવલીત રહે તેવા શુભ આશયથી મોરબીનગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ડો હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા તા. ૧૭-૦૩-૨૦૨૪ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબી રાજકોટ હાઇવે પર મારૂતી શો – રૂમની બાજુમાં શક્ત શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શીશુમંદિર (નવા) મોરબી ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન નરેન્દ્ર દવે (સૌ.પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ તથા ડો હેડગેવાર સ્મારક ટ્રસ્ટી) આપશે તેમજ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં કાંતિલાલ મેરજા ડો. અર્જુનભાઈ સુવાગીયા , બાબુલાલ અંબાણી તથા જીલેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહેશે.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...