મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે યુવકને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી સહીત ત્રણ શખ્સોએ ઢોરમાર માર્યાની ફરિયાદ નોંધાઈ 

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી સહીત ત્રણ શખ્સો દ્વારા યુવક ઉપર જીવલેણ હુમલો 

મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ અમુલ પાર્લરની દુકાને ગત મોડીરાત્રીના એક ક્ષત્રીય યુવક ઉપર યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી સહિતના ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારી જીવલેણ હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ભોગ બનનાર યુવક દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં.એમ-૩૫/૧૦૫ માં રહેતા ઉર્વરાજસિંહ હકુભા ઝાલા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જેમલભાઈ રબારી, નીતિનભાઈ રબારી તથા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૨/૦૩ના રોજ મોડી રાત્રીના ૨ થી ૩ વાગ્યાની આસપાસ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ અમુલ પાર્લરે ઉર્વરાજસિંહ ગયા હોય ત્યારે વ્યક્તિગત રીતે આરોપી જેમલભાઈ તેમને ઓળખતા હોય જેથી આરોપી જેમલભાઈ દ્વારા ભોગ બનનાર યુવકને કહ્યું કે ‘બે દિવસ અગાઉ ક્ષત્રિય સમાજના બે ત્રણ યુવકોને માર માર્યો હતો’ તેમ કહી એકદમ આવેશમાં આવી ઉર્વરાજસિંહ સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા અને ત્યારે આરોપી જેમલભાઈ રબારી સહીત નીતિનભાઈ રબારી તથા દેવેનભાઈ રબારી દ્વારા ઉર્વરાજસિંહને ઢીકાપાટુનો ઢોરમાર મારવા લાગ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ બાદ ભોગ બનનાર ઉર્વરાજસિંહ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img