મોરબીના ત્રાજપર ખારીમા જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ખારી મહાકાળી માતાજીના મંદિર સામે ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી મહાકાળી માતાજીના મંદિર સામે ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો પ્રવિણભાઇ દેવકરણભાઇ બારૈયા (ઉ.વ.૩૩), ભરતભાઈ બાબુભાઈ વરાણીયા (ઉ.વ.૩૬) રહે. બંને ત્રાજપર ખારી તથા મુકેશભાઈ કાંતિભાઈ ભાલોડીયા (ઉ.વ.૩૭) રહે. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૫૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img