મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલ સ્પર્શ સ્પા સામે પોલીસની કાર્યવાહી
મોરબી: મોરબી લીલાપર ચોકડી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ સામે સોંપીગમા બીજા માળે આવેલ સ્પર્શ સ્પા સંચાલકે કમર્ચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં ના આપી જાહેરનામાંનો ભંગ કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી લીલાપર ચોકડી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ સામે સોંપીગમા બીજા માળે આવેલ સ્પર્શ સ્પામા તપાસ કરતા તેના સંચાલક હરપાલભાઈ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) એ પોતાના કબ્જા વાળા સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોધ નહિ કરાવતા જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે.