મોરબી: મોરબી નટરાજ ફાટક નજીક ઝેરી દવા પી જતા ભડીયાદકાંટા પાસે રહેતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દેવજીભાઇ કેશુભાઇ સોમાણી રહે ભડીયાદકાંટા તા.જી. મોરબીવાળા નટરાજ ફાટક પાસે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન તા-૧૫/૦૩/૨૦૨૪ ના રોજ ફરજ પરના ડૉકટર એ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
