મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં છુપાવેલ 818 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે આરોપીના રહેણાંક મકાનમાં, તથા બાજુમાં બંધ પડેલ મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા પોતાના મકાનમાં તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી પોતાના માણસો દ્વારા ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇસમના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાં આવેલ રસોડાનુ તાળુ તોડી તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી પોતાનુ બીજુ તાળુ લગાવી બંને જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇગ્લીશ દારૂની ફૂલ બોટલ નંગ- ૮૧૮ ફૂલ કિં.રૂ.૩,૦૭,૦૯૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઇસમ ઇસમ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઈ. બી.એમ. મ.બગડા નાઓ ચલાવી રહેલ છે.