Saturday, May 17, 2025

લોકસભાની ચૂંટણીમાં ગેરરિતી અટકાવવા ચૂંટણીપંચ દ્વારા cVIGIL એપ્લિકેશન કાર્યરત કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા તથા નિયંત્રણ માટે ફરિયાદ નિયંત્રણ સેલની રચના        

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે ત્યારે,આ ચૂંટણીમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી અટકાવવા માટે સામાન્ય નાગરીકોને cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરિયાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વીડિયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઇલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store તથા app store માંથી cVIGIL, એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.cVIGIL મોબાઇલ એપ્લીકેશન ના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમ ના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૮૭૨૩૬ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

આ ઉપરાંત કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા તથા નિયંત્રણ માટે ફરિયાદ નિયંત્રણ સેલની રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે. જેની મોરબી જિલ્લાની ૬૫-મોરબી,૬૬-ટંકારા,૬૭-વાંકાનેરના ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા અનુરોધ કરાયો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર