Sunday, May 18, 2025

મોરબી તથા ટંકારામાં પ્રોહીબિશનન ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના પાલી જિલ્લાના રોહટ ખાતેથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫એઇ,૧૧૬બી,૮૧ તથા મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે. પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬પએઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુન્હામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતો ફરતો આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ બિશ્નોઇ રહે. અરણાઇ તા.જી.સાંચૌર (રાજસ્થાન) વાળો છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરીવાર સાથે હૈદરાબાદ ખાતે રહેતો હોય અને હાલે પોતાના વતનમાં રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના રોહટ ખાતે હોવાની બાતમીનાઆધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોની ટીમને બાતમી વાળી જગ્યાએ તપાસ અર્થે મોકલતા આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ માંજુ ઉ.વ. ૫૮ રહે. અરણાઇ માજો કી ઢાણી તા.જી.સાંચૌર (રાજસ્થાન) વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી મોરબી ખાતે લાવી ટંકારા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર