ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સૂચનાથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની વિશેષ ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા પરામર્શ કરી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ , મહામંત્રી અને સંગઠન મંત્રીની જવાબદારી વિવિધ આગેવાનોને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા.
જેમાં જિલ્લા કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા અને તેમને શુભકામનાઓ આપી સંગઠન મજબૂત બનશે અને જન જન સુધી કોંગ્રેસની વિચાર ધારા પોહચડવામાં આવશે અને લોક ઉપયોગી કાર્યો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ...