હળવદમાં વિધીના બહાને બે શખ્સોએ વૃદ્ધ સાથે કરી રૂ. 36 હજારની છેતરપિંડી
હળવદ: હળવદમાં ઘરમાં નડતર હોવાનું જણાવી વીધી કરવાથી નડતર જતી રહશે કહી વૃદ્ધ પાસેથી બે શખ્સોએ રૂ. ૩૬,૨૦૦ લઇ જઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ પર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા (ઉ.વ.૬૪) એ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૩-૨૦૨૪ ના રોજ ફરીયાદીને આરોપીઓએ પોતે પણ પટેલ હોવાનુ જણાવી ઘરમા નડતર હોવાનુ જણાવી વિધિ કરવાથી નડતર દુર કરી દઈશુ તેમ કહી ફરીયાદીને વિશ્વાસમા લઈ વિધિ કરી વિધિના બહાને ફરીયાદી પાસેથી રૂપીયા ૩૯,૨૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરી નાશી ગયા હતા જેથી ભોગ બનનાર ઈશ્વરભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.