માળીયા (મી): થોડા દિવસ પહેલા સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની વક્તાએ પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરેલ જેના વિરુદ્ધમાં મોરબી પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા ફરીયાદ નોંધાવી હતી ત્યારે આજે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધુ એક ફરીયાદ માળિયા (મી) તાલુકાના પાટીદાર સમાજના આગેવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે.
માળિયા તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે કે, ગઈ તા.૦૮/૦૩/૨૦૨૪ ના રોજ સુરત જીલ્લામાં ગાધકડા મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરેલ હતું અને આ આયોજનમાં આયોજક દ્વારા કાજલ હિન્દુસ્તાની નામના મહિલા વકતાને આમંત્રીત કરેલ હોય અને કાજલ હિન્દુસ્તાનીનો ભાષણનો વીડીયો PARTH STUDIO & GRAPHICH નામના YOUTUBE ચેનલમાં વાયરલ થયેલ હોય, જે વીડીયો પાટીદાર સમાજના આગેવાનોના મોબાઈલમાં આવતા સાંભળેલ હોય જે કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં મોરબી જીલ્લામાં કોલેજની પટેલ સમાજની સાત દિકરીઓ, સાતેય પટેલની દિકરીઓ જેઓએ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલ છે અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે. ચાર દિવસ આના સાથે હું મજા કરી અને ચાર દિવસ આના સાથે તુ મજા કરજે અને અંદરો અંદર બોયફ્રેન્ડ સ્વેપીંગ ચાલે છે અને સાતેય મળીને મુસ્લીમ છોકરાને ચાલીસ લાખની ફોર વ્હીલર લઈને ગીફટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ બનાવવામાં પોતાની મસ્તીમાં વ્યસ્ત છે અને ઘરની તીજોરીમાંથી લાખો રૂપિયા પૈડા છે. તેમાંથી પાંચ-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? આ રીતે ૫૫ મીનીટ અને ૩૩ સેકન્ડનો વીડીયો છે.
જેમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં રહેતા પટેલ સમાજની સાત દિકરીઓ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલના ભાષણનો વીડીયો યુ-ટયુબ ચેનલના માધ્યમથી વાયરલ થયેલ હોય, જેથી મોરબી રહેતા પટેલ સમાજના લોકોની લાગણીઓ દુભાયેલ હોય, તેથી કાજલ હિન્દુસ્તાની પટેલ સમાજની દિકરીઓને બદનામ કરતા ઉશ્કેરણીજનક ભાષણ કરેલ જે બાબતે પાટીદાર સમાજના આગેવાન દ્વારા ખરાઈ કરેલ કે આવી કોઈ ઘટના મોરબીમાં બનેલ નથી. તેમજ આવી કોઈ ઘટના કોઈ માધ્યમ દ્વારા સામે આવેલ નથી. તેમ છતાં કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી મેળવવા પોતાની ટી.આર.પી. તેમજ પબ્લીસીટી મેળવવા આવી મનઘડત વાતો દ્વારા ઉશ્કેરણી જનક ભાષણ કરતા હોય, જેથી મોરબી પટેલ સમાજમાં રોષ હોય, જેથી સુરત મુકામે થયેલ સ્નેહમિલનના આયોજનમાં ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
