વાંકાનેર : જડેશ્વર ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી, રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ ઝડપાયાં
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર-૨ ચેમ્બર ખાતે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર ચેમ્બર-૨માં આવેલ ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સુભાષભાઈ ગોવિંદભાઈ લોખિલ, કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા, જુગલભાઈ ડાયાભાઈ ધરોડીયા, હીરેનભાઈ જીવરાજભાઈ ધરોડીયા, મીરીનભાઈ, કુલદીપભાઈ સહિત છ શખ્સોને રોકડ રકમ રૂ. 1,37,500 તથા મોબાઇલ ફોન તથા વાહન સહિત કુલ રૂ. 2,27,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.