મોરબી: સામાન્ય બોલાચાલીમાં બબાલ થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી નાની વાવડી ભગવતી પાર્ક સોસાયટીમાં સામન્ય બોલાચાલીમાં બબાલ થતા બંનો પક્ષો લકડાના ધોકા વડે સામસામે આવી જતા એકબીજાને ઈજા પહોંચાડી હતી તેમજ બંને પક્ષોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ હિંમતભાઈ સરવાલીયા (ઉ.વ.૩૯) એ આરોપી રવી જીતેન્દ્રભાઇ સોની, જીતેન્દ્રભાઇ સોની, કપીલ જીતેન્દ્રભાઇ સોની રહે. ત્રણે ભગવતીપાર્ક નાનીવાવડી મોરબી તથા વિકી ઉર્ફે કાનો રમેશભાઇ સિંધવ રહે. સમજુબા સ્કુલ પાછળ મોરબી અને એક બીજો અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ પ્રેમ સાથે આરોપી રવી તથા જીતેન્દ્રભાઈએ બોલાચાલી કરેલ હોય જે બાબતે ફરીયાદી આરોપી રવી તથા જીતેન્દ્રભાઈને કહેવા જતા આરોપી જીતેન્દ્રભાઈએ ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી રવીએ ફરીયાદીને માથાના કપાળના ભાગે લાકડાના બેટનો એક ઘા મારી ડાબી આંખ ઉપર ઇજા કરી તથા નાક ઉપર ફ્રેકચર કરી ઇજા કરેલ બાદ વૈશાલીબેન પ્રેમભાઇ તથા વિનોદભાઇ સાબરીયા તથા વિશાલ વિનોદભાઇ સાબરીયા વાળા શેરીમા ઉભેલ હોય ત્યારે આરોપી રવી, કપીલ,વિકી, અને અજાણ્યો માણસ આવી ફરીયાદીના પરીવાર સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા કરી હોવાની ભોગ બનનાર ધનસુખભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે
જ્યારે સામા પક્ષે મોરબી નાની વાવડી બજરંગ સોસાયટીમાં રહેતા રવીભાઈ જીતેન્દ્રભાઈ પાલા એ આરોપી પ્રેમભાઈ હિમંતભાઈ મિસ્ત્રી, ધનસુખભાઇ હિંમતભાઈ મિસ્ત્રી, વિનોદભાઈ કોળી, વિશાલ કોળી રહે. બધા નાની વાવડી મોરબી તથા જય પટેલ રહે. રવાપર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા વિકી ઉર્ફે કાનો બંને ફરીયાદીના ઘર નજીક બેઠા હતા તથા ફરીયાદીનો દીકરો શિવાન ઉવ.૨.૫ વર્ષ વાળો શેરીમા રમતો હતો તે વખતે આરોપી પ્રેમભાઈ પોતાની કાર લઈ આવતા અને સ્પીડમા કાર રીવર્સમા લેતા આરોપી પ્રેમભાઈની કાર શેરીમા પડેલ બે મો.સા. સાથે અથડાતા ફરીયાદીએ આરોપી પ્રેમભાઈને કાર ધીમે ચલાવવા કહી ઠપકો આપતા જે આરોપી પ્રેમભાઈને સારૂ નહીં લાગતા ફરીયાદી સાથે બોલાચાલી કરી જતો રહેલ બાદ ફરીયાદી ખોડીયાર ડેરીથી દૂધ લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપી પ્રેમભાઇ , ધનસુખભાઇ, વિનોદભાઈ અને વિશાલ આવી એકસંપ કરી લાકડાનાધોકા તેમજ હથીયાર લઈ આવી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપતા ફરીયાદીએ આરોપીઓને ગાળો નહીં આપવાનુ કહેતા આરોપી પ્રેમભાઈ તથા ધનસુખભાઇએ ફરીયાદીને લાકડાના ધોકા વતી માર મારી શેરીરે મુંઢઇજા કરી ફરીયાદી પડી જતા આરોપી વિનોદભાઈએ ફરીયાદીને જમણા પગમા લાકડાનો ધોકો મારી ફ્રેકચર જેવી ઇજા કરી તથા ફરીયાદી રાડારાડ કરતા જીતેન્દ્રભાઇ તથા વીકી ઉર્ફે કાનો તથા કપીલ જીતેન્દ્રભાઇનાઓ આવી જતા બંને પક્ષે સામસામી મારામારી થતા આરોપી પ્રેમભાઈ તથા ધનસુખભાઇએ જીતેન્દ્રભાઇને ધોકા વતી માર મારી ડાબા પગે ફ્રેકચર તથા શરીરે મુંઢઇજા કરી તથા આરોપી વિશાલે છુટો ઇંટનો ઘા કરી વીકી ઉર્ફે કાનાને કપાળના ઉપરના ભાગે ઇજા કરતા મિતુલભાઇ ફરીયાદી તથા વીકી ઉર્ફે કાનાને મોટરસાયકલમા બેસાડી દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામા આરોપી જય એ મો.સા. લઈ આવી ફરીયાદીને ગાળો આપી જતા રહ્યા હતા. જેથી ભોગ બનનાર રવીભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫,૩૩૭, ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.