મોરબીના ઘુંટુ ગામે શ્રી ઘુંટુ પ્લોટ પ્રા. શાળામાં ધો-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની શ્રી ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં આજે ધોરણ -૦૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની યાદગીરી રૂપે રાધાકૃષ્ણની મુર્તિ ભેટ આપી હતી.
મોરબી તાલુકાના ઘુંટુ ગામની શ્રી ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં ધોરણ -૦૮ ના વિદ્યાર્થીઓનો આજે વિદાય સમારંભ યોજાયો જેમાં ધોરણ -૮ ના તમામ વિદ્યાર્થીઓ તેમના વર્ગ શિક્ષક સાથે બાલ વાટીકા થી લઈ ધોરણ -૦૮ સુધીનો અભ્યાસ કરેલ છે વિદ્યાર્થીઓએ સ્કૂલ એડમિશન થી લઈને આજદીન સુધીની યાદો તાજી કરી અને એ દિવસો સ્મરણ કર્યા હતા. અને હવે જ્યારે પણ ભેગા થશે ત્યારે સ્કુલના દિવસો યાદ કરશે એવી યાદગીરી બનાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની યાદગીરી માટે રાધા કૃષ્ણની મૂર્તિ સ્કુલને ભેટ આપી હતી. તેમજ શિક્ષકો દ્વારા ધોરણ -૦૮ ના વિદ્યાથીઓનો વિદાય સમારંભ યોજી આજનો દિવસ વિદ્યાથીઓ માટે યાદગાર બનાવી દિધો હતો.
આ વિદાય સમારંભ કાર્યક્રમમાં ધોરણ -૦૮ ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન કરી છુટા પડ્યા હતા.