મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર
400 દિવસ જેટલા સમય થી મોરબી સબ જેલમાં બંધ જયસુખ પટેલ નાં જામીન મંજૂર
૭ દિવસે ટ્રાયલ કોર્ટ સમક્ષ થવું પડશે હાજર
મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરાયા હતા જેમાં કેટલાક આરોપીઓના જામીન મંજૂર થયા હતા અને ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીનીના માલિક જયસુખ પટેલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ જયસુખ પટેલ દ્વારા હાઈકોર્ટને જામની મંજૂરીની અરજી કરી હતી જે હાઈકોર્ટે ફગાવી દીધી હતી ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી આજે જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા છે. તેમજ જયસુખ પટેલને ૭ દિવસે ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવું પડશે હાજર તેમજ પીડિત પક્ષ ના વકીલને મળેલી પોલીસ સુરક્ષા ચાલુ રાખવા રાજ્ય સરકારને ટકોર કરી હતી.