ટંકારાની લજાઈ ચોકડી પાસે કારખાનાની ઓરડીની પેરાપેટ પરથી પટકાતાં યુવકનું મોત
ટંકારા: ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે ક્રિએટિવ પેપર ટ્યુબ કારખાનાની ઓરડીની પેરાપેટ પરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સર્વેશભાઈ વિષ્ણુભાઈ ઉ.વ.૨૭ વાળો લજાઇ ચોકડી પાસે ક્રિએટીવ પેપર ટ્યુબ કારખાનાની ઓરડીની પારાપેટ પર બેઠેલ હોય અને કોઇ કારણોસર શરીરનુ સંતુલન ગુમાવતા પારાપેટ પરથી નીચે પડી જતા માથામા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.