માળીયા (મી): માળિયાના વાધરવા રેલવે ટ્રેક વચ્ચે પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ખીમજીભાઇ વિહાભાઇ શિયાર ઉ.વ.૩૩ રહે-ખાખરેચી વાળા વાધરવા રેલ્વે ટ્રેક કી.મી. ૬૮૯/૨ તથા ૬૮૯/૧ વચ્ચે પેસેન્જર ટ્રેનની હડફેટે આવી કપાઇ જતા ખીમજીભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
