મોરબીના માંડલ રોડ પર આવેલ Shiv vits હોટલમાં લાગી આગ
મોરબી: મોરબીના માંડલ રોડ ઉપર આવેલ Shiv vits હોટલમાં આજે સવારે એસીમા શોટ સર્કિટના કારણે આગ લાગી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર મોરબીના માંડલ રોડ ઉપર આવેલ Shiv vits હોટલમાં આજે સવારે સિરામિકને લઇને શિવમ એન્ટરપ્રાઈઝનો સેમીનારનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમ્યાન એસીમા શોટ સર્કિટ તથા હોટેલના હોલમાં આગ લાગી હતી જેમા મોબાઈલ અને લેપટોપ બળીને ખાક થયા હતા. જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવ્યો હતો તેમજ હજુપણ આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમની કામગીરી ચાલુ છે. પ્રાથમિક માહિતી અનુસાર સદ નશીબ આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.