મોરબીના નીંચી માંડલ ગામે કારખાનામાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમ સોનેક્ષ વિટ્રીફાઈડ સ્પ્રેડાયર વિભાગમાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ ઉવ-૨૫ રહે. હાલ-સોનેક્ષ વિટ્રીફાઇડ કારખાનામા નીંચી માંડલ ગામની સીમ તા-જી-મોરબી મુળગામ- દેવરાપાડા લાલગુવાડી ગામ તા-બિલડી જી-રતલામ (એમ.પી) વાળા તા-૨૯/૦૩/૨૦૨૪ ના રોજ કોઇપણ સમયે સ્પ્રેડાયર વિભાગમા કન્વેયર બેલ્ટમા આવી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.