વાંકાનેર: વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે સીબેલા સીરામીકની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાહુલભાઇ શંકરભાઇ ડામોર ઉ.વ.૧૯ વાળાએ તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ સીબેલા સીરામીકની ઓરડીનં -૯મા લોખડના પાઇપ સાથે દોરડા વડે પોતાની જાતે પોતાની મેળે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
