મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સરફરાજ સમતાજભાઇ અંસારી ઉ.વ.૧૯ રહે. ઉંચી માંડલ નોકેન કંપનીમા લેબર કવાર્ટ્સમા તા.જી.મોરબી ઉંચીમાંડલ ગામ પાસે આવેલ કેનાલમા ન્હાવા પડતા પાણીમા ડૂબી જાતા સરફરાજ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
