અપહરણ તથા પોકસો એક્ટ હેઠળના ગુનાના આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડયો
મોરબી: મોરબી જિલ્લામાં અપહરણ તથા પોકસો એક્ટ હેઠળના ગુનાના આરોપી તથા ભોગ બનનારને મધ્યપ્રદેશથી મોરબી મોરબી જીલ્લા પોલીસે શોધી કાઢ્યા છે.
મોરબી જીલ્લામા મહીલા તથા બાળકો ઉપર બનતા અત્યાચારના ગુના બાબતે ગંભીરતા લઇ આરોપી તથા ભોગબનનારને પકડી પાડવા સૂચના થઇ આવેલ હોય જે આધારે તા- ૦૫/૧૨/ ૨૦૨૩ ના રોજ ફરીયાદીએ પોતાની સગીરવયની દિકરીને મધ્યપ્રદેશ રાજયના ઉજજૈન જીલ્લાના મહીદપુર તાલુકાના જુટાવડ ગામનો રહેવાસી લખન ગોરધનભાઈ ખારીવાલ મોરબી સિલ્વરપાર્ક સોસાયટી ખાતેથી અપહરણ કરી ભગાડી ગયા બાબતની ફરીયાદ જાહેર થયેલ અને સદરહુ ગુનાના કામે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા અત્રે પોલીસ સ્ટેશનથી અગાઉ બે વખતે અલગ અલગ ટીમો એમ.પી રાજય ખાતે આરોપીના રહેણાંક મકાને તપાસ અર્થે મોકલવામા આવેલ દરમ્યાન ગુનાનો આરોપી તથા ભોગબનનાર ને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન તા-૨૯/૦૩/૨૦૨૪ ના રોજ પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે આરોપી તથા ભોગબનનાર જુટાવદ ગામે પોતાના રહેણાંક મકાને આવેલ છે
જેથી બાતમીના આધારે મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન સ્ટાફ આઇપીસી કલમ ૩૬૩ મુજબના ગુનાની તપાસમા મધ્યપ્રદેશ રાજય ખાતે તપાસમા રવાના થયેલ હોય જે બાબતે બી ડિવીઝન પોલીસ સ્ટેશનના ગુનાની તપાસ કરવા પણ યાદી પાઠવવામાં આવેલ હોય જેથી ઉપરોકત બાતમીથી પો.સબ.ઇન્સને વાકેફ કરતાં આરોપી તથા ભોગબનનાર ગામ-જુટાવદ, તા-મહીદપુર જી-ઉજજૈન (એમ.પી) રાજય વાળા પોતાના રહેણાંક મકાને મળી આવતા હસ્તગત કરી પો.સ્ટે.લાવી રજુ કરી ગુનો શોધી કાઢી આવેલ છે. તેમજ આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.