વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મુળ નવાગામ (લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો. પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ MBBS નો અભ્યાસ પૂર્ણ કરી MD (Medicine) માં અભ્યાસ કરી રહ્યા છે તેમણે તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના સુપુત્ર ડો. પ્રિન્સ ફેફરે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ,પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે સરાહનીય છે. જે ઉદ્યોગકારો થી માંડીને સામાન્ય માણસ એમ દરેકને લાભદાયી થશે.
જેથી મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના તમામ ઉદ્યોગકારોએ આ નિર્ણય બદલ આનંદની લાગણી વ્યકત કરી છે. GST ના દરોમા ઘટાડો થવાથી...
મોરબીમાં ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પરથી અનેક વહાનો અવરજવર કરે છે. આ હાઈવે માળીયા ફાટક ઓવરબ્રિજ થી માળીયા શહેર સુધી થોડાજ વરસાદમાં પાણી ના ભરાવા ના લીધે ખાડા પડી ગયા છે. જે ખાડામાં નાના વહાનોનું અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે. હાઈવે પર થી પીપળી રોડ પર જવા...