વાંકાનેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં વાડીની ઓરડીમાં તીનપતીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.- ૨૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની આંકડીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી મહેબુબભાઇ ગગુભાઇ સમા કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૨૯,૫૦૦/-ના મુદામાલ સાથે ચાર ઇસમો મહેબુબભાઇ ગગુભાઇ સમા ઉવ.૬૧ રહે. કોટડાનાયાણી તા.વાંકાનેર જી.મોરબી, સતાભાઇ કડવાભાઇ વરૂ ઉવ.૪૫ રહે. કોટડાનાયાણી તા.વાંકાનેર જી.મોરબી, ભુપતભાઇ શીવાભાઇ ઓળકીયા ઉવ.૪૭ રહે.હાલ મીતાણા ડેમી-૧, ની બાજુમાં તા.ટંકારા મુળ ગામ ચોબારી-ધરમપુર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, યુસુફભાઇ તમાચીભાઇ ઠેબા જાતે સંધિ ઉવ.૪૨ રહે. ચાંમુડા હોટલ પાછળ, તા.ટંકારા જી.મોરબીવાળાને પકડી પાડી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.