Sunday, May 25, 2025

વાંકાનેર ખાતે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા માંગ

વાંકાનેર શહેર ખાતે આજરોજ રાજપૂત સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા વિરુદ્ધમાં મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી, સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે

બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે, પુરૂષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજને અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર હતો તેવા ખોટા નિવેદનથી ક્ષત્રિય રાજપુત સમાજની માનહાની થઈ છે અને ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દૂભાણી છે. આવા નિવેદનથી રૂપાલાએ જ્ઞાતિ-જાતિમાં વ્યમનશ્ય ઉભુ કરી જાતિના નામે મત માંગી આર્દશ આચાર સંહિતનો ભંગ કરેલ છે અને ચુંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરેલ છે. કોમ–કોમ વચ્ચે વેરઝેર વધે તેવા શબ્દો ઉપયોગ કરેલ હોય જે કૃત્ય ફોજદારી કલમ મુજબ ગુન્હાહીત થતું હોય, જેથી તેમના ઉપર ફોજદારી કલમ હેઠળ ગુન્હો નોંધી, આવા ગુન્હેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવામાં આવે, જેથી આગળ અન્ય કોઈપણ વ્યક્તિ સમાજ વિરોધી જાહેર ખોટા નિવેદનો ન કરે તેવી વાંકાનેર તાલુકાના ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણી હોવાનું જણાવાયું છે

આ સાથે જ આગામી દિવસોમાં જો પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા તેમના વિરુદ્ધમાં કાર્યક્રમો કરવામાં આવશે, અને તેમનાં વિરુદ્ધમાં મતદાન પણ કરવાની ચિમકી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર