Tuesday, September 9, 2025

હળવદના સુસવાવ ગામે રહેણાંક મકાનમાંથી 1.35 લાખના મતામાલની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ માળીયા હાઈવે રોડ ઉપર સુસવાવ ગામની મોલાખુ સીમમા આવેલ વાડીના રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત ૧,૩૫,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ સીમમાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ ડાભી (ઉ.વ.૩૩) એ આરોપીએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૩-૨૦૨૪ ના રોજ સવારના નવ વાગ્યાથી સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન ફરીયાદીની વાડીએ આવેલ ઘરના મુખ્ય દરવાજાનુ તાળુ ખુલ્લા રસોડામા અભેરાય પર પડેલ ડબલામાંથી ચાવી મેળવી તે ચાવી થી તાળુ ખોલી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ તીજોરીનો લોક તોડી તથા નીચે પડેલ ટંકનુ નાનુ તાળુ મારેલ તે નકુચો તોડી તેમા મુકેલ ચાંદીના દાગીના આશરે ૬૦૦ ગ્રામ વજનના આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- તથા સોનાના દાગીના જુદા-જુદા વજન ના આશરે ૬ તોલા આશરે કિ.રૂ.૯૦,૦૦૦/૦૦ તથા રોકડા રૂપીયા ૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૩૫,૦૦૦/- ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સુરેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૮૦,૪૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર