હળવદના ધનપરા ગામે રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ધનપર ગામ ખાતે આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીનનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધનપર ગામે રહેતા નિલેષભાઈ ઘનશ્યામભાઈ સુરેલાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૬૦ કિં રૂ. ૬૦૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી નિલેષભાઈ ઘનશ્યામભાઈ સુરેલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.