હિંસક પ્રાણીઓ સામે રક્ષણ આપવા છ થી વધુ ગામના સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ
મોરબી: મોરબી જીલ્લાના છ થી સાત ગામમા હિંસક પ્રાણી આવતું હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે બે – ત્રણ દિવસ પહેલા ટંકારાના નસીતપર ગામે યુવક પર હિંસક પ્રાણીએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેથી લોકોને સીમમાં જવામાં ડર લાગતો હોવાથી ગામના લોકોની સુરક્ષા માટે મોરબી જીલ્લાના છ થી વધુ ગામના સરપંચો દ્વારા રક્ષણ આપવા કલેકટરને રજૂઆત કરી છે.
મોરબી જીલ્લામાં છેલ્લા અઢાર દિવસથી કોઈ હિંસક પ્રાણી હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે તેમજ લોકોને એવી આશંકા છે કે ક્યાંક દીપડો છે પંદર સતર દિવસ પહેલા મોરબીના કોયલી ગામે સૌપ્રથમ દિપડોના પંજાના નીશાન જોવા મળ્યા હોવાની વાત સામે આવી હતી ત્યારબાદ કાંતિપુરની સિમમા પણ દિપડો હોવાના સંકેત મળ્યા હતા. તેમજ ગત રવિવારના રોજ ટંકારા તાલુકાના નસીતપર ગામે યુવક પર હિંસક પ્રાણીએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ મોરબી જીલ્લાના બીજા કેટલાક ગામોમાં પણ હિંસક પ્રાણીના જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ હિંસક પ્રાણીથી લોકો સિમમા કામ કરવા જતા ડરી ગયા છે પરંતુ વન વિભાગ દ્વારા કોઈપણ જાતની સુરક્ષા આપવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મોરબી જિલ્લાના રાજપર, ચાચાપર, ખાનપર, થોરાળા, નસીતપર, રામપર, સહિતના ગામના સરપંચો દ્વારા હિંસક પ્રાણીથી ગામ લોકો તથા ખેત મજુરોને સુરક્ષા સંરક્ષણ આપવા માટે કલેકટરને લેખિત રજૂઆત કરી છે.