વાંકાનેરમાં યુવકને ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે ફટકાર્યો
વાંકાનેર: વાંકાનેર પુલ દરવાજા ચોક પર લચ્છીની લારી પાસે ગાબી ઉભી રાખવા બાબત બાબલ થઈ હતી જેમાં એક યુવકને ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગર શેરી નં -૫ મા રહેતા જાવેદભાઈ ઈસ્માઈલભાઈ આંબલીયા (ઉ.વ.૨૫) એ આરોપી દીલીપભાઇ ભરવાડ રહે. વાંકાનેર ભરવાડપરા તથા દીલીપભાઇનો ઓળખીતો ઈકો ગાડી વાળો તથા દિલીપભાઈના બે બીજા ઓળખીતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૦૪-૨૦૨૪ ના રોજ બનાવના સમયે બનાવવાળી જગ્યાએ આરોપી દિલીપભાઈની લચ્છીની લારી પાસે ફરીયાદી સાઈડમા અર્ટીકા ફોરવીલ નં.GJ-36-AJ-5021 નંબરની ઉભી રાખી મહેમાન તેડવા માટે ઉભેલ હતા ત્યારે આરોપી દિલીપભાઈએ ફરીયાદીને તે તારી ફોરવીલ મારી લચ્છીની લારી પાસે કેમ રાખેલ છે તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે હું મહેમાનને તેડવા આવેલ છું. અને તારા ધંધામા મારી ફોરવીલ કાંઈ અડચણરૂપ નથી તેમ કહેતા તેને સારૂ નહિ લાગતા ફરીયાદીને ઢીકાપાટુનો શરીરે માર મારી તેમજ લાકડાના ધોકાવતી ફરીયાદીને વાંસામા કમર ઉપર પાછળ ના ભાગે મુંઢ માર મારી તેમજ આરોપી દિલીપભાઈના ઓળખીતા ઈકો ગાડીવાળાએ અર્ટીકા ગાડીની પાછળના ભાગે કાચ લાકડાનો ધોકો મારી કાચ તોડી નાંખી નુકશાની કરી તેમજ આરોપી દિલીપભાઈના ઓળખીતા બે અજાણ્યા શખ્સોએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મારમારી માર્યો હતો જેથી ભોગ બનનાર જાવેદભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
