Saturday, July 19, 2025

માળીયા ફાટક પાસે ટ્રકે હડફેટે લેતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી માળિયા ફાટક પુલ પાસે સર્વીસ રોડ ઉપર ચાલીને જતા યુવકને ટ્રકે હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે પંચમુખી હનુમાન પાસે મફતીયાપરામા રહેતા પરેશભાઈ બિજલભાઈ ઉર્ફે હકાભાઈ ધામેચા (ઉ.વ.૨૨) એ આરોપી ટ્રક ટ્રેલર રજીસ્ટર નંબર -RJ-26-GA-6870 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૪-૨૦૨૪ ના રોજ આરોપી પોતાના હવાલા વાળી ટ્રક ટ્રેઇલર રજી.નં RJ 26 GA 6870 વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે માનવ જીદગી જોખમાય તે રીતે ચલાવી નિકળતા ફરીયાદીના મોટાભાઇ જગદીશભાઇ બિજલભાઈ ઉર્ફ હકાભાઇ ધામેચા ઉ.વ.૩૦ વાળા સર્વીસ રોડ પર ચાલીને જતા હોય તેને પાછળથી હળફેટે લેતા અકસ્માત થતા માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજતા આરોપી ટ્રક મુકી નાસી ગયો હતો. જેથી ભોગ બનનાર મૃતકના નાના ભાઈ પરેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર