સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા આગામી તા.૧૦ ને બુધવારના રોજ ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તારીખ ૧૦ ને બુધવારે સવારે ૮ કલાકે ધ્વજા રોહ્ન્મ સવારે ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ ને સાંજે ૫ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે ડીજેના તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા શોભાયાત્રા નીકળશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળશે ઝૂલેલાલ જન્મોત્સવને પગલે તમામ સિંધી ભાઈઓએ બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં વરસાદ ની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવા ની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે.
જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક...
હળવદ તાલુકાના વેગડવાવ ગામે યુવકના ઘરના રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખેલ હોય જે યુવક આઘુ કરવા ગયેલ ત્યારે આરોપીઓ પાઇપ, ધારીયુ, લાકડાના ધોકા લઈને આવી યુવકને ભુંડીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મજુરી કરતા ભરતભાઈ ચતુરભાઈ...