રાજ્યના 13 હજાર જેટલા મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધારવા 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે
વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે.
ગણતરીના દિવસોમાં જ દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજ્યના 13 હજાર કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10 ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન 50 ટકા કરતાં ઓછું હોય તેવા લગભગ 13 હજાર મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની, ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP)ના નોડલ ઑફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
રાજ્યના આવા ઓળખ કરાયેલા લગભગ 13 હજાર મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી કુલ 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ આમંત્રણ પત્રિકા થકી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સહપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓછા મતદાનના કારણો અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો પર ચુનાવ પાઠશાલાનું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. ચુનાવ પાઠશાલા અંતર્ગત આશા વર્કર, આંગણવાડી કાર્યકર, બુથ લેવલ ઑફિસર, શાળાના આચાર્ય, તલાટી, ગ્રામ સેવક, ગામના બિનરાજકીય સામાજિક આગેવાન અને સ્વસહાય જૂથના સભ્યો દ્વારા શેરી બેઠકો યોજવામાં આવે છે. ચુનાવ પાઠશાલા અંતર્ગત યોજાનાર આ બેઠકોમાં ગત ચૂંટણીના પુરૂષ-મહિલા મતદાનના આંકડા બાબતે તથા મહિલાઓના ઓછા મતદાનના કારણોની ચર્ચા કરી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સપરિવાર મતદાનનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવશે.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી શામજીભાઇ...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ખાડે ખાડા પડી ગયા છે જો આ રોડ પર એક અઠવાડિયામાં પેચવર્ક કામગીરી શરૂ કરવામાં નહી આવે તો મહેશ રાજકોટીયા દ્વારા કચ્છ ને જોડતા હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ટંકારા થી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પીઠ જેવી થઈ ચુકી છે...
માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના...