મોરબીના ભડીયાદ ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમ નદીના કાંઠે રામાપીરના મંદિરની બાજુમાં દેશી બનાવટની જામગરી મજલોડ (હથીયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમ નદીના કાંઠે રામાપીરના મંદિરની બાજુમાં આરોપી ચકુભાઈ મનસુખભાઇ સેલાણીયા (ઉ.વ.૩૫) રહે. મોરબી ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે, વિધાનગર સોસાયટી જી. મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટી જામગરી મજલોડ (હથિયાર) નંગ-૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img