Friday, May 3, 2024

માળિયાના દેરાળામાં આવેલા જખવાડા હનુમાન મંદિર ખાતે મારુતિ મહા યજ્ઞનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

 

આગામી તા 23ને મંગળવારના રોજ હનુમાન જયંતીનો પર્વ હોય આ પર્વ ની સમગ્ર મોરબી જિલ્લામાં હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિરે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞનો સવારે 8 કલાકે થશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે ધ્વજારોહણ કરાશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવશે. યજ્ઞના આચાર્ય પદે તરૂણભાઈ દવે (નાની વાવડી) બિરાજશે. તો સર્વે ભક્તજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જખવાડા હનુમાનજી મંદિરના મહંત અને સમસ્ત દેરાળા ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. મહત્વનું છે કે, જખવાડા હનુમાનજીના મંદિરે દર મહિનાની 2 તારીખ 12 કલાકની અખંડ ધૂન યોજાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર