Friday, July 18, 2025

મોરબી જિલ્લામાં 665 મતદારોએ હોમ વોટિંગ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિવ્યાંગો અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ૫યોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકા અન્વયે કચ્છ અને રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ. દ્વારા સર્વેની કામગીરી કરી મોરબી જિલ્લામાં ૬૬૫ જેટલા મતદારોને ઘરેથી મતદાન કરાવ્યું હતું.

૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીંગ ટીમ્સ, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને મતદાન કરાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

હોમ વોટિંગ અન્વયે ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ૨૫૮ જેટલા ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ૫૫ દિવ્યાંગ મતદારો, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૧૨૧ જેટલા ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ૨૬ દિવ્યાંગ મતદારો અને ૬૭ – વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૧૫૫ જેટલા ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ૫૦ દિવ્યાંગ મતદારો મળી કુલ ૬૬૫ મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર