મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે નુતન સ્ટુડિયો, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે ક્રીમ લચ્છીનું વિતરણ કરવામાં આવશે. જેના આયોજક પિયુષભાઈ જોષી (ગાયત્રી ફ્રેબિકેશન વર્કસ), શૈલેશભાઈ ઠાકર (નૂતન ઇલેક્ટ્રોનિક્સ), મનિષભાઈ જોષી (વકિલ), નરેશભાઈ ઠાકર (નૂતન સ્ટુડિયો), ભાર્ગવભાઈ જોષી, દિક્ષિતભાઈ રાવલ, કનૈયાલાલ જાની (રીટાયર પોલીસ ટંકારા), ધિરેનભાઈ ઠાકર (દ્રષ્ટી સ્ટુડિયો), હસુભાઈ પંડ્યા (શિવ મેડીકલ), અશ્વિનભાઈ રાવલ (Ex.આર્મી) સહિતના જહેમત ઉઠાવશે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ઠેરઠેર જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ પાસેથી સ્વીફ્ટ કારમાં બીયરની હેરાફેરી કરતા એક ઇસમ ૧૩ ટીન બીયર સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય...
મોરબીના વાવડી રોડ આવેલ રવીપાર્કમા વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એ શખ્સને રૂ.૬૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ થી પંચાસર રોડ વચ્ચે આવેલ રવીપાર્કમા વર્લી મટકાના આંકડાનો જુગાર રમી...