મોરબી: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે મોરબી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના પાંચેક વાગ્યાના સમયગાળામાં મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધૂળની આંધી ઉઠ્યા બાદ વરસાદ જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું .
ચાલુ વર્ષ ચોમાસુ વેહલું હોય તેવા અણસાર વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની મોરબી સહિતના જિલ્લામાં આગાહી કરી હતી તેવા સમયે જ સોમવારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં બદલો આવવાની સાથે ધૂળની ડમરીઓ ઉઠી હતી અને વાંકાનેરમા કરા સાથે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ....
હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિર જવાના પાટીયા પાસે આવેલ ચોકડી ઉપર ત્રણ શખ્સો બોલેરો ગાડીમાં આવી આધેડને કહેલ ભલગામડા ગામમાં આવેલ ૨૨૦ કે.વી. સબસ્ટેશન બનતું જેમા તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા તેમ કહી આધેડને ત્રણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી...