ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે આરોપીના ચતુરભાઈ પ્રવિણભાઇ પંચાસરા (ઉ.વ.૨૭) ના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૬ કિં રૂ. ૫૧૨૦ નો મુદામાલ ટંકારા પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.