Sunday, July 27, 2025

સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર અને યોજનાઓનો લાભ મળે તે માટે વર્કશોપ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કલેકટર કે.બી. ઝવેરીએ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું

સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કરવામાં આવતા હોય છે જે અનુસંધાને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્કશોપ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિલિકોસીસનાં રોગ માટે પી. એસ.સી અને સી.એચ.સી તબક્કે પ્રાથમિક લક્ષણો જણાય અને ટીબી કે અન્ય રોગોની દવાઓનાં અપાય તે હેતુથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં GMERS જનરલ હોસ્પિટલ મોરબી ખાતે NATIONAL INSTITUTE OF OCCUPATION HEALTH na સયુંકત ઉપક્રમે ILO (intarnation classification of radiography of pneumoconiosis with special emphasis on silicosis)નાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ તથા ટ્રેનિંગ પ્રોગ્રામમાં જિલ્લા કલેકટર મોરબી કે બી ઝવેરી સહિતના તબીબી અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરી હતી. તેમજ આ વર્કશોપમાં મોરબી જિલ્લાના સરકારી તબીબી અઘિકારીઓ હાજર રહ્યા હતા. જે વર્કશોપમાં પી. એચ.સી અને સી.એચ.સીનાં તબીબી અઘિકારીઓને સિલીકોસિસ દર્દીઓનું યોગ્ય નિદાન તથા સારવાર થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ વર્કશોપ માં મોટી સંખ્યામાં સરકારી તબીબી અઘિકારીઓએ ભાગ લીધો હતો.

આ તકે જિલ્લા કલેકટર મોરબી કે.બી.ઝવેરી દ્વારા સીલિકોસિસ દર્દીઓને વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય તે માટે તમામ સરકારી યોજનાઓના મળે તેવા પ્રયાસ કરવા માટે અનુરોધ કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર