Sunday, July 27, 2025

હળવદના ચડાધ્રા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી અને વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની બાજુમાં આવેલ ખરાબામાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડી કુલ કિં.રૂ.૨૫, ૨૬૦/- નો મુદામાલ કબજે કરી આરોપી સંજયભાઇ કાંતિભાઈ ગેડાણી (ઉ.વ.૨૪) રહે. રાયસંગપર તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર